<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

તરોપા ગામમાં ટ્રેક્ટર ચાલકે બાઈકને અથાડી અકસ્માત કરતા બાઈક ચાલકનો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં તરોપા ગામમાં થયેલા અકસ્માતમાં ટ્રેક્ટરએ બાઈકને અથડતા બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો
   પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીબેન પ્રવિણભાઈ બચુભાઈ વસાવા( રહે ઢોલાર સાતરીયા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા)નાઓએ આપેલી ફરિયાદ મુજબ પ્રવિણભાઈ રમેશભાઈ વસાવા (રહે તરોપા તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ પોતાના કબજાનું ટ્રેકટર નંબર GJ-22-A-4487 પૂરઝડપે હંકારી લાવી પાછળથી સાહીલભાઇ પ્રવિણ ભાઈ બચુભાઈ વસાવા (રહે.ઢોલાર) ની હીરો પેશન મો.સા. રજી.નંબર GJ-22-J-8414 ને ટ્રેકટરના પ્લાવ વડે મો.સા.ને અથાડી એક્ષીડન્ટ કરતા મો.સા. ટ્રેકટરના પ્લાવમાં ફસાઈ જતા, પોતાનું ટ્રેકટર રીવર્સ કરતા મો.સા. પરથી સાહિલભાઈ રોડ ઉપર નીચે પડી જતા ડાબા પગે જાઘના ભાગે તથા ઘુટણથી નીચેના ભાગે ફેક્ચર ઈજા કરી તથા માથામા ડાબી બાજુ ગંભીર ઈજા પહોચાડી પોતાનુ ટ્રેકટર લઇ સ્થળ ઉપરથી નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:19 PM IST)