તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5270 રૂપિયા બોલાયો:જાણો અન્ય 22 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,098.79 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક?

અમદાવાદ :ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,098.79 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5270 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4150 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4951 રૂ., હારીજમાં 4950 રૂ., ગોંડલમાં 4921 રૂ., હળવદમાં 4900 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,098.79 ટન આવક થઇ છે.

(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
