તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે

અમદાવાદ, તા.૨૦,
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે.સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે દુષ્કર્મ થયુ હોવાની ઘટના સામે આવી છે. બળજબરીથી દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કિશોરી અને આરોપીની સગાઈ થઈ ગઈ હતી.
સગાઈ બાદ આરોપીએ હવે તો સગાઈ થઈ ગઈ છે તેમ કહી કિશોરીના ન્યૂડ ફોટા મગાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ફોટા વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને વારંવાર બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કિશોરીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. કિશોરીએ સમગ્ર ઘટના પરિવારમાં જણાવતા તેના માતા-પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોહમ્મદ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
