<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બેબાર ગામમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બેબાર ગામના યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી આપઘાત કાર્યની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે
   પ્રાપ્ત માહિતી અનુસાર અમિતભાઇ સોમાભાઇ વસાવા (ઉ.વ.૨૦ )(રહે- બેબાર નિશાળ ફળીયુ, તા. દેડીયાપાડા જી-નર્મદા) નાઓએ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રી ના ૧૦ વાગ્યે કોઇ અગમ્ય કારણસર પોતાની જાતે કોઇ ઝેરી દવા પી જતા તેઓને કુટુંબીજનો તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મા સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે લઈ આવી દાખલ કરેલ હતા.ત્યારબાદ વધુ સારવાર માટે ૧૦૮માં બેસાડી સરકારી હોસ્પીટલ રાજપીપલા ખાતે દાખલ કરેલ હતા. જેમને તા.૧૬/૧૦/૨૦૨૪ ના રોજ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા ડેડીયાપાડા પોલીસે આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે

(1:02 AM IST)