<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જગમાં ઠંડુ કરી વેચાણ થતું બધુ પાણી શુધ્ધ હોય છે..?નર્મદા જિલ્લામાં ચાલતા R.O. પ્લાન્ટ દ્વારા જગમાં વેચાણ થતા પાણીની તપાસ થવી જરૂરી

ધ્યાને આવ્યા મુજબ કેટલાક પ્લાન્ટ દ્વારા વેચાણ થતા પાણીના જગ યોગ્ય રીતે ધોવાયા વગર વેચાણ કરાઈ છે અને પાણીની ગુણવત્તા પણ યોગ્ય નથી અમુક પ્લાન્ટ દ્વારા તો પ્લાન્ટ બગડેલો હોય કે અન્ય કોઈ કારણ હોય ત્યારે સાદું પાણી ઠંડું કરી ગ્રાહકો ને પધરાવાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ઘણા આર. ઓ પ્લાન્ટ ચાલે છે જેના થકી સરકારી કચેરીઓ ખાનગી ઓફિસો કે કેટલાક ઘરો માં પણ આ સુધ્ધ કહેવાતા પાણી ના ઠંડા જગ વેચાણ કરવામાં આવે છે પરંતુ આ જગનું પાણી કેટલું શુદ્ધ છે એ કોઈ જાણતું નથી માટે આવા પ્લાન્ટ દ્વારા વેચાણ થતા પાણી ની તપાસ જરૂરી છે
    લોક ચર્ચા મુજબ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ચાલતા આર. ઓ પ્લાન્ટ દ્વારા જગ માં વેચાણ થતા ઠંડા અને શુદ્ધ પાણી ખરેખર શુદ્ધ છે કે સાદું પાણી ઠંડું કરી જગ દ્વારા વેચાણ થાય છે તેની તપાસ જરૂરી છે, કેમ કે ધ્યાન પર આવેલી વાત મુજબ કેટલાક પ્લાન્ટ અમુક દિવસ બગડેલા હોવા છતાં સાદું પાણી ઠંડું કરી જગ માં ભરી શુદ્ધ પાણી તરીકે વેચાણ કરવામાં આવે છે સાથે સાથે અમુક પ્લાન્ટ વાળા જગ યોગ્ય રીતે ધોયા વગર જ અંદર પાણી ભરી ગ્રાહકો ને વેચાણ કરતા હોય છે ત્યારે જો આ બધી બાબત સાચી હોય તો જિલ્લામાં આર. ઓ પાણી ખરીદતા લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેમ કહી શકાય. માટે લાગતા વળગતા તંત્રના અધિકારીઓ દ્વારા દરેક પ્લાન્ટ ઉપર આકસ્મિક તપાસ કરવી જરૂરી છે.
વાત કરીએ રાજપીપળા શહેરની તો આ શહેરમાં પહેલેથી જ પાણીમાં વધુ ‌ક્ષાર છે જેના કારણે ઘરના માટલા કે અન્ય પ્લાસ્ટિક, માટી કે સ્ટીલ ના વાસણો પણ સફેદ થઈ જાય છે જેથી લોકો પોતાના સ્વાસ્થ્ય માટે આર.ઓ. પાણી પીવાનો આગ્રહ રાખે છે પરંતુ જો આર. ઓ વોટર પણ ગુણવત્તા વાળુ નહિ મળે તો સ્વાસ્થ્ય સાથે ચેડા જ ગણાય, માટે આરોગ્ય વિભાગ કે લાગતા વળગતા વિભાગ ના અધિકારીઓ આ બાબતને ગંભીરતા થી લઇ યોગ્ય તપાસ કરે તેવી લોક માંગ છે.
 જોકે કેટલાક વિક્રેતા દ્વારા યોગ્ય રીતે શુદ્ધ પાણી નહિ મળતું હોવાની વાત જાણી મોટાભાગ ના ઘર વપરાશ કરતા પરિવારો હવે પોતાના ઘર માં આર. ઓ પ્લાન્ટ લગાવી રહ્યા છે.જેના કારણે આર. ઓ ના વેચાણ માં પણ બમણો વધારો થયો છે

(11:05 PM IST)