તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 11th October 2024
નર્મદામાં ફાફડા જલેબીના શોખીનોના ખિસ્સા ખાલી થશે.. :દશેરાએ ખવાતા, ફાફડા- જલેબીના ભાવ 500 ને પાર
તેલ અને બેસનના ભાવમાં વધારાના કારણે દશેરામાં ફાફડા- જલેબી નો ભાવ 500 રૂપિયાને પાર કરી ગયો:બેસન ૯૦ રૂપિયાથી વધીને ૧૩૦ થયું, કપાસિયા તેલનો ડબ્બો 1800થી વધી 2355 રૂપિયા થયો, સીંગતેલનો ભાવ 2300 થી 2800 રૂપિયા પહોંચ્યો માટે ફાફડાનો ભાવ 500 ને પાર ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે અબ કી બાર 400 પાર નો નારો આપ્યો હતો પરંતુ તે આંકડો 400 પાર કરી શક્યો નથી. અને હાલમાં સતત વધી રહેલી મોંઘવારી અને ફાફડા બનાવવાની સામગ્રી અને કારીગરોના વેતનમાં ધરખમ વધારો થતાં આ દશેરા પર લોકોને ફાફડાના એક કિલોનો ભાવ 500 ને પાર જોવા મળશે. આવી જ રીતે ધીના ભાવમાં વધારાના કારણે જલેબી પણ 500ને પાર જોવા મળી રહી છે.
દશેરાના દિવસે ફાફડા અને જલેબી શા માટે ખાઈ છે તે ખબર ન હોવા છતાં સુરત જેવા મોટા શહેરોમાં અને નર્મદા જિલ્લામાં પણ લાખો રૂપિયાના ફાફડા અને જલેબી ખવાઈ જાય છે. ગુજરાતમાં દશેરા પર્વ એ રાવણ દહન સાથે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર પણ ગણાય છે.દશેરાના દિવસે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગુજરાતીઓની લાઇન ફાફડા-જલેબી ની દુકાને લાગે છે. જેના કારણે રાજપીપળા સહિત નર્મદા માં પણ દશેરાને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. મીઠાઈ અને ફરસાણનાં વેચાણ માટે અત્યારથી જ તૈયારી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે ખાવાના શોખીનોને ફાફડા અને જલેબી માટે મોંઘવારીનું ગ્રહણ લાગી ગયું છે.
થોડા સમય પહેલા રાજપીપળામાં ફાફડા 400 રુપિયે કિલો વેચાતા હતા પરંતુ હાલમાં બેસન ૯૦ રુપયિા થી વધીને ૧૩૦ થઈ ગયું, કપાસિયા તેલનો ડબ્બો 1800થી વધી 2355 રૂપિયા પહોંચી ગયો, સીંગતેલનો ભાવ 2300 થી 2800 રૂપિયા પહોંચી ગયો , જેથી ફાફડાનો ભાવ 500 ને પાર કરી ગયો છે. આજ રીતે દેશી ઘીમાં જલેબી બનાવે તો તે 450 રૂપિયાની આસપાસ વેચાણ થતું હતું પરંતુ હાલમાં જલેબીનો ભાવ પણ 500થી 600 વચ્ચે થઈ ગયો છે.
આ મુદ્દે રાજપીપળા માં આવેલી પ્રખ્યાત પુરોહિત સ્વીટ ના માલિક છગનભાઈ પુરોહિતે જણાવ્યું કે ફાફડા જલેબીની સામગ્રીના ભાવમાં વધારો થયો છે તેમ છતાં પણ ખાવાના શોખીનો પેટ ભરીને ફાફડા જલેબી ઝાપટી જાય તેવો અંદાજ હોવાથી અમે આની કામગીરી શરુ કરી છે. ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે પરંતુ ઘરાકીમાં કોઈ ખાસ ફેર પડે તેવી શક્યતા જણાતી નથી, ખાવાના શોખીનો તો ખાશે જ પણ મોંઘવારી ના કારણે થોડું ઓછું લઈને પણ શોખ પૂરો કરશે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
