<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

આપ નાં હોદેદારો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકો સાથે તિલકવાડા પોલીસ સ્ટેશન પહોચ્યા

ભાજપ ખેસ પહેરી લો એવું પોલીસ અધિકારીઓ ને કહેતા મામલો ગરમાયો...પોલીસે સંયમ રાખી માહોલ શાંત રાખ્યો: આમઆદમી પાર્ટી નાં નર્મદા જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને પાર્ટીના નાંદોદ તાલુકાના પ્રમુખ સહિત 8 લોકો વિરુદ્ધ સુલેહ શાંતિ ભંગનો ગુનો દાખલ કરાયો: પોલીસે કહ્યું ફરિયાદ નોંધાઇ એટલે તપાસ કરીએ છે, કાયદો હાથમાં લેશો તો વધુ ગુના નોંધાશે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા નાં અલ્વા ગામ ખાતે રહેતા મહિલા પર દીપડા એ હુમલો કરતા મહિલાનું મોત થયું ત્યાર બાદ તેમના મૃતદેહને એક ટ્રેક્ટર માં લઇ જતા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો એ ટ્રેક્ટર અટકાવી મૃતદેહ શબવાહિનીમાં જ લઈ જવા દબાણ કરી અવરોધ ઊભો કરતા મૃતક મહિલા ના દીકરા એ ફરિયાદ આપી હતી.
તિલકવાડા નાં અલ્વા ગામના કલ્પેશ અરવિંદ તડવી એ આપેલી ફરિયાદ મુજબ પોલીસે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન નગીન વસાવા, મહામંત્રી અર્જુન માછી આપ નાં નાંદોદ તાલુકાના પ્રમુખ ગિરિરાજ સિંહ મોઈન દાયમાં સહિત અન્ય ત્રણેક તથા તેમની સાથે આવેલા કાર્યકરોએ એકસંપ કરી ગેરકાયદેસર કાયદા વિરૂધ્ધની મંડળી રચી અવરોધ કર્યો, જાહેર સુલેહ શાંતિનો ભંગ સહિત ની કલમો લગાવી પોલીસે તપાસ કરતા આમ આદમી પાર્ટી નાં ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે તિલકવાડા આવી પહોંચ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા એ પોલીસ ખોટી ફરિયાદ નોંધી અમારા હોદેદારો હેરાન કરે છે તેમ કહી પરિવાર નાં સભ્યો કોઈ ફરિયાદ કરી નથી એમ કહી પોલીસ સાથે રકઝક કરતા તું..તું.. મે..મેં.. નાં દૃશ્યો સર્જાયા હતા.
જિલ્લાની શાંતિ નાં ડહોળાય એ માટે તિલકવાડા SDPO કેવડીયા dysp સંજય શર્મા દોડી આવ્યા હતા. LCB પીઆઇ આર.જે.ચૌધરી, SOG PI વાય આર.સિરસાઠ સહિત તિલકવાડા પી.એસ.આઈ. લટા, સહિત પોલીસ કાફલો ધારાસભ્ય અને તેમના કાર્યકરો ને મનાવતા રહ્યા હતા. જોકે બે થી ત્રણ કલાક બાદ મામલો શાંત પાડવામાં આવ્યો હતો

(10:50 PM IST)