તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
સરકારી યોજનાના ગેસનો કાળો કારોબાર : મોરવા અને ગોધરાના ગેસ એજન્સી સંચાલકો સામે ફરિયાદ
ગોડાઉન ભાડે આપનાર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઇ: 120 ગેસ સિલિન્ડર અને ગાડી મળી 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત: મામલતદારે ચાર વ્યક્તિઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ :સરકાર દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગરીબોના હક્ક માટેની સરકારની ઉજ્જવલા ગેસ યોજનાના ગેસ સિલિન્ડરનો અનઅધિકૃત ઉપયોગ અને વેપાર કરવાનું મોંઘુ પડ્યું છે. નોંધનીય છે કે, મોરવા અને ગોધરાના ગેસ એજન્સી સંચાલકો તેમજ ગેસ બોટલ મુકવા ગોડાઉન ભાડે આપનાર સામે મોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ મોરવા હડફના મોરાથી સમગ્ર કૌભાંડ ઝડપી 120 ગેસ સિલિન્ડર અને ગાડી મળી રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ સંડોવાયેલા જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધવા રિપોર્ટ કર્યો હતો. જો કે, આ મામલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરના હુકમ અન્વયે મોરવા હડફ પોલીસ મથકે મામલતદારે ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરા ગામના અને ગેસ બોટલ રાખનાર અરવિંદભાઈ બારીયા, ગોડાઉન ભાડે આપનાર શબ્બીર શેખ તેમજ ગોધરા ઘનશ્યામ ગેસ એજન્સીના સંચાલક હિતેશ ધરમચંદાણી અને મોરવા ગેસ એજન્સીના સંચાલક મંજુલાબેન ડામોર સામે મોરવા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
