તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
PSI અને લોકરક્ષકની ભરતી માટે મોટી જાહેરાત : 25 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરુ થશે
જેમણે PSI તથા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે:ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી .

અમદાવાદ : PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે, 'આગામી 25 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરુ થશે.'
રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરે છે. તેવામાં ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ PSI અને લોકરક્ષકમાં પોતાની પસંદગી થાય તે માટેની તૈયારી શરુ કરી દીધી છે,
રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરુ થશે. શરુઆતમાં જેમણે PSI તથા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતીને ધ્યાનમાં લઈને CCEની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.'
PSI અને લોકરક્ષક શારીરિક કસોટીમાં પુરુષોએ 5000 મીટર દોડ, 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ, 9.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. એક્સ સર્વિસમેને 2400 મીટર દોડ, 12.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ફોરેસ્ટ સહિતની શારીરિક કસોટી પાસ કરલા ઉમેદવારો પણ પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા છે
રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. જેમાં 126 વાયરલેસ PSI, 129 SRPFના હથિયારી PSI, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મીકેનીક ગ્રેડ-1, 35 MT PSI, 551 ટેક્નિકલ ઑપરેટર, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મીકેનીક ગ્રેડ-2, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા), 3214 SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
