News of Monday, 7th October 2024
વડોદરાના ભાયલી સામુહિક બળાત્કાર કેસમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદના નેતૃત્વમાં SIT રચાઈ
રેન્જ આઈજી સંદીપ સિંધ દ્વારા આઠ સભ્યોની SITની રચના કરાવમાં આવી

વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મ કેસની તપાસ ઝડપથી થાય અને કોર્ટમાં સત્વરે ચાર્જશીટ રજૂ કરવામાં આવે તે માટે, રેન્જ આઈજી સંદીપ સિંધ દ્વારા આઠ સભ્યોની SITની રચના કરાવમાં આવી છે. વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના નેતૃત્વમાં SIT રચાઈ છે. જેમાં વડોદરા ગ્રામ્યના DYSP બી એચ ચાવડા, વડોદરા ગ્રામ્ય એલસીબીના PI કૃણાલ પટેલ, વડોદરા તાલુકાના PSI ગોહિલ, ત્રણ રાયટર ઉપરાંત LCB ના PSI પેરવી ઓફિસર તરીકેની જવાબદારી નિભાવશે.
SIT દ્વારા સામુહિક દુષ્કર્મ કેસની તપાસ અંગેની પ્રગતિને લઈને દૈનિક મોનીટરીંગ કરવામાં આવશે. અગાઉ આ કેસની તપાસ PSI કરતા હતા, હવેથી આ કેસની તપાસ DYSP ચાવડા કરશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
