<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

શાસનને પ્રશ્ન પુછવાનો લોકોનો અધિકાર લોકતંત્રનો પાયો છેઃ માહિતી અધિકાર અંગેની પુસ્તિકા વિમોચન

ગાંધીનગર આર.ટી.ઇ. સપ્તાહ ઉજવણીનો શુભારંભ સમારંભ મુખ્ય માહિતી કમિશનર, મુખ્યમંત્રી વગેરેની હાજરીમાં સંવાદ

ગાંધીનગરમાં શનિવારે માહિતી અધિકારી સપ્તાહના પ્રારંભ પ્રસંગે હીરાલાલ સામરિયા, ભુપેન્દ્રભાઇ પટેલ, રાજકુમાર, સુભાષ સોની વગેરેની હાજરીમાં આર.ટી.ઇ. અંગેની માહિતીસભર પુસ્તિકા (ગુજરાતીમાં)નું વિમોચન કરવામાં આવ્યું હતું.(૨.૭)

ગાંધીનગર તા.૭: ભારત સરકાર તારીખ ૫ થી ૧૨ ઓકટોબર દરમિયાન રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) સપ્તાહની ઉજવણી કરી રહી છે, જેનો શુભારંભ શનિવારે ગાંધીનગરથી થયો હતો. તે અંતર્ગત, આયોજિત ઉદઘાટન સત્રમાં ભારતના ચીફ ઈન્ફોર્મેશન કમિશનર શ્રી હીરાલાલ સામરિયા અને રાજ્યના મુખ્ય માહિતી કમિશનર શ્રી સુભાષ સોની સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ નાગરિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે સંવાદનો અવસર યોજાયો હતો. RTI કાયદાને સરળતાથી સમજી શકાય અને તેનો અસરકારક અમલ થઈ શકે તે માટે આ કાયદાની સરળ સમજ આપતી પુસ્તિકાનું આ પ્રસંગે વિમોચન કર્યું હતું. સરકાર નીતિઓ ઘડે, વિકાસની યોજનાઓ અને પ્રોજેકટ્સને અમલમાં મૂકે તેમાં નાગરિકો તેમાં સહભાગી થાય એ જરૂરી છે. નાગરિકો પાસે સત્તાને પ્રશ્ન કરવાનો અધિકાર હોય એ લોકતંત્રનો પાયો છે. રાજ્ય સરકારે RTI કાયદાના અસરકારક અમલીકરણ માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર, જાગૃતિ માટેના સેમિનાર, તાલીમ, જરૂરી નાણાકીય અને માનવ સંસાધનોનું રોકાણ સહિતના વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો પારદર્શી રીતે અમલ થઈ રહ્યો છે. સરકાર સામે ચાલીને યોજનાઓના લાભ ૧૦૦% લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી રહી છે.  આ કાયદાના બીજું પાસું જોઈએ તો, સરકાર અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ બને અને RTIનું પ્રમાણ ઓછું થાય.. RTI ની જરૂર જ ન પડે તે પ્રકારના સુશાસનની સરકારની પ્રતિબદ્ધતા છે. સમાજમાં RTI કાયદા અંગે વધુ જનજાગૃતિ આવે તે માટે આ પ્રકારના કાર્યક્રમ ઉપયોગી સાબિત થશે. તેમ આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું.

(12:16 PM IST)