<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

નર્મદા સુગરની અયોગ્ય અને અધૂરી આકારણીથી ગ્રામ પંચાયતને આર્થિક મોટું નુકશાન

સમગ્ર ખાંડ ઉદ્યોગની એકજ આકારણી, અંદરના અન્ય પ્રોજેક્ટ બાકાત રાખ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી એટલે કે નર્મદા સુગરને કારણે ધારીખેડા ગામને કે જેનો અકુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થાય છે તે ધારીખેડા ગ્રામપંચાયતને નર્મદા સુગરની અપૂરતી અને અયોગ્ય આકારણીને કારણે વેરો ઓછો મળતા આર્થિક મોટું નુકશાન થઇ રહ્યું હોવાની ચર્ચા પંચાયત સૂત્રોમાં થઇ રહી છે.

  પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતની અગ્રેસર એવી નર્મદા સુગરની પંચાયત વેરાની આકારણી અપૂરતી અને અયોગ્ય હોવાનું કહેવાય છે, કારણ કે નર્મદા સુગરની વેરા આકારણીમાં સમગ્ર સુગર ફેક્ટરી એકજ યુનિટ તરીકે દર્શાવેલ છે જેથી ગ્રામ પંચાયતને એક લાખ જેટલા વેરાની આવક થાય છે જયારે નર્મદા સુગર પરિસરમાં બેન્ક , શોપિંગ સેન્ટર.પેટ્રોલ પમ્પ , ગેસ્ટ હાઉસ વગેરે આવેલા છે જે તમામને અલગ યુનિટ દર્શાવી આકારણી કરવામાંમાં આવેતો ગ્રામ પંચાયતને આવકમાં વધારો થાય અને પાંચ ગામની ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થાય,  કેટલાક મોટા ઉદ્યોગ ગૃહો જ્યાં હોય છે તે વિસ્તારમાં ઉદ્યોગ ગૃહ તરફથી જેતે ગામના વિકાસ માટે નાણાકીય સહયોગ અપાતો હોય છે જયારે નર્મદા સુગરની ઓછી આકારણીથી ગ્રામપંચાયતને આવક ઓછી થાય છે ત્યારે લોકલાગણી છે કે ડીડીઓ પુનઃ નર્મદા સુગરની નવી વ્યવસ્થિત આકારણી કરાવવા પંચાયતને સૂચના આપે.

 

(11:30 AM IST)