તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 6th October 2024
વડોદરા સગીરા સામુહિક દુષ્કર્મ કેસ :પીડિતાનું E.N.T, સર્જરી અને ગાયનેક તબીબોએ કર્યું મેડીકલ ચેકઅપ, ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાયુ
ભોગ બનનાર સગીરા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી

પીડિતાનુ ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયુ હતું. પ્રાથમિક તબક્કે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાઈ આવ્યું છે. બપોરે 12 વાગ્યાના અરસામાં આવેલી પીડિત સગીરાનું રાત્રે 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કરાયું હતું. E.N.T, સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ મેડિકલ ચેકઅપ કર્યું હતું.
દુષ્કર્મની ઘટના બાદ પોલીસે આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે. શકમંદોની પૂછપરછ શરૂ કરાઇ છે. ભોગ બનનાર સગીરા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ સગીરાએ તેના મિત્ર સાથે જુદાજુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી છે.
દુષ્કર્મના આરોપીઓને પકડવા માટે વડોદરા શહેર અને જિલ્લા પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. ઠેરઠેર નાકાબંધી પણ કરાઈ હતી. અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
