તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th October 2024
સુરતના પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતઃ રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધાઃ પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયોઃ રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી

સુરતઃ સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધો હતો. ઘટના બનતાની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
