તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th October 2024
નેત્રંગમાં ચોર સમજી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પકડતા ઘર્ષણ થયું, લોકટોળા એકઠા થયા
ચોર આવ્યા...ચોર આવ્યામાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ હતા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચડ્ડી ગેંગ સક્રિય થઇને બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે તેવી લોકવાયકાના કારણે ગામે-ગામ રાત્રીએ ગ્રામજનો પોતાના ગામ અને ઘરની રખેવાળી કરી રહ્યા છે.ચોર આવ્યા-ચોર આવ્યાની અફવાથી આદિવાસી વિસ્તારમાં ભારે ઉત્તેજના જણાઇ રહી છે.
ભરૂચ જીલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ હિતેશ પટેલ અને તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન, વહન સંગ્રહ જેવી પ્રવૃતિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા.ઝઘડીયા જીઆઇડીસીથી ધારોલી થઈ ગ્રામ્ય વિસ્તારના રસ્તાથી નેત્રંગ આવવા માટે અસનાવી ગામે આવી પહોંચતા ટોળાએ રોકતા ખાણ-ખનીજ વિભાગના અધીકારીઓ-ટોળા વચ્ચે વાદવિવાદ ઉગ્ર બનતા ઘષઁણ ઉભું થયું હતું. અધિકારીઓને નેત્રંગ પો.સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોવાનો ખુલાસો થતાં આખરે મામલો થાળે પડ્યો હતો.આ સમગ્ર પ્રક્રરણમાં નેત્રંગ પો.સ્ટેશનમાં પંકજ આર વસાવા, પંકજ એ વસાવા, જીગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
