તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th October 2024
કુમસ ગામેથી ચોરી કરેલી સોલર સ્ટ્રીટ લાઇટ બેટરી ભંગાર માં વેચવા જતાં બે યુવક ઝડપાયા
-નાંદોદ તાલુકાના કુમસગામ ગ્રા.પંચાયતની સોલર સ્ટ્રીટ લાઇટની બેટરી ચોરી કરી હતી: નેત્રંગ પોલીસે રૂ.૫૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્શોને જેલભેગા કયૉ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ પો.સ્ટેશનના પીઆઇ આર.સી વસાવા અને પો.કમીઁ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.જે દરમ્યાન નેત્રંગ-મોવી રોડ ઉપરથી એક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ આવતા તેની તપાસ કરતાં ચાલક વિશાલ બાબુભાઇ વસાવા (રહે. કુમસગામ તા.નાંદોદ) અને તેની પાછળ બેસેલ મેહુલ સુરેશભાઈ વસાવા (રહે.કુમસગામ તા.નાંદોદ) બે અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં સોલર સ્ટ્રીટલાઇટની બે બેટરી મળી આવી હતી.આ બાબતે પોલીસે કડક પુછપરછ હાથ ધરતાં નાંદોદ તાલુકાના કુમસગામ ગ્રા.પંચાયત કચેરી દ્વારા મુકવામાં આવેલ સોલર સ્ટ્રીટ લાઇટની બેટરીઓ ભંગારમાં વેચાણ કરવાની હકીકત માલુમ પડી હતી.નેત્રંગ પોલીસે બંને શખ્શો વિરુદ્ધ ગુનો નોંધી મોટરસાયકલ, બેટરી નંગ-૨ મળીને કુલ.૫૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને યુવાનો ને જેલભેગા કર્યા હતા.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
