<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

હવે હેલ્મેટ વગર નીકળ્યા તો આકરો દંડ ભરવાની સાથે લાયસન્સ રદ અને કાયદાનું ભાન કરાવાશે

સરકારી કર્મચારી સામે ખાતાકીય તપાસ સહિત નોકરી આનુષાંગિક બાબતોમાં તકલીફ પડી શકે હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા

અમદાવાદ: ગુજરાતમાં જનતા દ્વારા ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન થાય તેવું તારણ ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારનું પણ માનવું છે. જો કે લાખ મહેનત કરવા છતાં પણ ઘણી વાર આ નિયમોનું જનતા દ્વારા પાલન કરવામાં આવતું નથી અને તેના લીધે માર્ગ અકસ્માતમાં મોત થવાના સિલસિલો ચાલું જ રહે છે. ત્યારે હવે ફરી એક વાર હાઈકોર્ટ કડક વલણ અપનાવ્યું છે.

  હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા છે. હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત કરવાનું વિચારવામાં આવ્યું છે. હેલ્મેટ વિના મુસાફરી કરનારા હાઇકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઇકોર્ટ પણ કાર્યવાહી કરશે. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ નિયમનું પાલન કરીને હેલ્મેટ પહેરતું નથી.

ઓફિસ આવવા જવાના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પકડીને ઉભા રાખો. ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે. ચીફ જસ્ટિસની ટકોર છે કે માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના પૈસા ભરી અને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો. લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરાવવાની જરૂર છે. એડવોકેટ જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી છે.

 

આ ઉપરાંત રાજ્ય સરકાર પણ સરકારી કર્મચારીઓ અને સરકારના તાબામાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ સરકાર સૂચના જાહેર કરશે તેવું એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું છે.

(8:23 PM IST)