તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
આગામી 24 કલાક રાજ્યના અનેક ભાગોમાં ઓરેન્જ અને એલ્લો એલર્ટ જાહેર : અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતુ. ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા અમદાવાદમાં આજે યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વિભાગે કરી હતી.
ઉપરાંત હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.
જેમાં આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું.
બીજી તરફ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતુ કે સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની શક્યતાઓ સર્જાઇ હતી. જેમાં આજે અને આગામી દિવસોમાં હવામાનનું જોર પણ ઓછું થશે. ત્યારે ગુજરાત રિજયન 28% વધુ વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં 72% વધુ વરસાદ અને અમદાવાદમાં 19% વધુ વરસાદ વરસ્યો છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
