<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત ૧૪ જિલ્લામાં વરસાદની આગાહી

છેલ્લા ર૪ કલાકમાં ૧૮૯ તાલુકામાં હળવો-ભારે વરસાદ પડયો

અમદાવાદ, તા. ર૮ : છેલ્લા ત્રણ દિવસથી એકાએકા વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. હવામાન વિભાગે આજે રાજ્‍યનાં ૧૪ જીલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્‍ટ્ર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદની આગાહી કરી છે.

રાજ્‍યમાં શુક્રવારે સવારે ૬થી રાતના ૮ વાગ્‍યા સુધી ૧૮૯ તાલુકાઓમાં વરસાદ પડ્‍યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૪.૧૭, નર્મદાના સાગબારામાં ૩.૮૨, જૂનાગઢમાં ૩.૬૨, જૂનાગઢ શહેરમાં ૩.૬૨, રાજકોટના ધોરાજીમાં ૩.૫૦, જૂનાગઢના માણાવદરમાં ૩.૦૩, બનાસકાંઠાના દાંતામાં ૨.૬૮, સાબરકાંઠાના વડાલીમાં ૨.૬૪, રાજકોટના ઉપલેટામાં ૨.૬૦, સુરેન્‍દ્રનગરના ચુડામાં ૨.૪૪, જૂનાગઢના વંથલીમાં ૨.૪૦, જૂનાગઢના માંગરોળમાં ૨.૧૩, મહેસાણાના સતલાસણામાં ૨.૦૯, જૂનાગઢના મેંદરડામાં ૨.૦૫, વલસાડના પારડીમાં ૨.૦૫, ખેડામાં ૨.૦૫, નડીયાદમાં ૨.૦૧ વરસાદ પડ્‍યો હતો.

 

(2:46 PM IST)