તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ખાદ્યતેલમાં ભાવમાં વધારો નોંધાતા રસોડાના બજેટ થયા વેરવિખેર : ગૃહિણીઓમાં ભારે રોષ
કપાસિયા તેલમાં રૂ. 30 અને સીંગતેલમાં રૂ. 25 નો ભાવ વધારો

અમદાવાદ : ખાદ્યતેલમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવાર નજીક આવતાની સાથે જ સીંગતેલ અને કપાસીયા તેલમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેના કારણે ગૃહીણીઓનું બજેટમાં વધારો નોંધાશે.
તહેવારો હવે નજીક આવતાની સાથે જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી વખત લોકોમાં મોંઘવારીનો માર પણ જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલમાં ફરી વખત વધારો નોધાવામાં આવ્યો છે.
કપાસીયા તેલ અને સીંગતેલમાં જોરદાર વધારો થયો છે. સીંગતેલમાં રૂપિયા 23નો વધારો અને કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેના કારણે લોકોએ પોતાના બજેટમાં વધારો કરવો પડશે.
તહેવારો નજીક આવતા લોકો પોતાના ઘર વિવિધ પ્રકારની વાનગીઓ તેલમાં બનાવતા હોય છે. કપાસીયા તેલનો ડબ્બો 2140 રૂપિયામાં પડશે અને સીગતેલનો ડબ્બો 2680 પર પહોચી ગયો છે. જેના કારણે લોકોમાં તહેવારો નજીક આવતાની સાથે જ ખાદ્યતેલમાં વધારો નોંધાતા ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
