તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશેઃ આગામી 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં મોટી હલચલ જોતા નવરાત્રીમાં પણ મેઘો ત્રાટકશેઃ અંબાલાલ પટેલ
મેઘો ગરબા આયોજકો અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે

ગાંધીનગરઃ રાજ્યના અલગ-અલગ ભાગોમાં 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વેળા મેઘરાજાએ મહેર કરતાં આગામી દિવસમાં આવી રહેલ નવરાત્રીની તૈયારીમાં લાગી ગયેલા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પેઠી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજુ આવતીકાલ એટલે કે 28 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્નનગર, કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં વરસાદની શક્યતા છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
