તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
આજે સવારથી મેઘરાજાની સવારી ગુજરાતના અનેક જિલ્લાઓમાં પહોંચી : સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો
19 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો : આજે હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ તા.૨૪ : નવા અઠવાડિયામાં મેઘરાજાની સવારી ગુજરાતના અનેક જિલ્લાઓમાં પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં મેઘમહેર થઈ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે. 19 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમા પારડીમાં 4.8 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ, વાંસદામાં 2.2 ઈંચ, મોરવા (હડફ)માં 1.7 ઈંચ, ડોલવણમાં 1.7 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, વ્યારામાં 1.4 ઈંચ, ગોધરામાં 1.3 ઈંચ, વડોદરામાં 1.3 ઈંચ, શહેરામાં 1.25 ઈંચ, કપરાડામાં 1.1 ઈંચ, છોટા ઉદેપુરમાં 1.1 ઈંચ અને ક્વાંટમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
