તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 24th September 2024
સ્વ. જયંતીભાઇ બારોટ સાથેના ફોટા કે પ્રસંગની યાદગીરી હોય તો મોકલો

રાજકોટ,તા. ૨૪: ભાજપના પાયાના પથ્થર રાજ્યસભાના પૂર્વ સભ્ય સ્વ. જયંતીભાઇ બારોટ સાથેના ફોટા કે કોઇ પ્રસંગની યાદગીરી હોય તો મોકલવા તેમના સુપુત્ર અને ભાજપના યુવા અગ્રણી તરૂણ બારોટે અપીલ કરી છે. જયંતીભાઇનું ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે ૭૫ વર્ષની વયે અવસાન થયું હતું.
તરૂણ બારોટે જણાવ્યુ છે કે ‘કાકા'ના હુલામણા નામથી જાણીતા મારા સ્વ.પિતા શ્રી જયંતિલાલ બારોટ પોતાના જીવનકાળ દરમિયાન લોકહિતના કાર્યો, જનસંઘ-ભાજપના કાર્યો થકી હજારો લોકોના સંપર્કમાં આવેલા અને જેણે પણ જે કોઇ કામ બતાવેલ તે કામો નિસ્વાર્થ ભાવે કરેલ. કોઇ સમયે તમારા કે તમારા પરિવારમાંથી, મિત્ર-સંબંધીઓમાંથી કોઇ એમના પરિચયમાં આવ્યુ હોય અને તેમની સાથેના કોઇ ફોટા હોય તો તે મને મોકલવા વિનંતી. તેમની સાથે કાર્ય કરતા સમયના કોઇ પ્રસંગ સ્મરણ હોય તો તે લખીને ઓડિયો-વિડીયો મેસેજ કરીને ઇ-મેલ [email protected] પર કે ૯૮૨૫૦ ૫૦૨૮૧/ ૭૮૧૮૮ ૮૪૮૮૮ પર વ્હોટ્સએપ કરવા વિનંતી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
