તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
ઢોર ચરાવવા ગયેલ ૧૩ વર્ષીય બાળક ને સાપ કરડી જતાં હાલત ગંભીર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા માંડણ ગામમાં બાળકને સાપ કરડી જતા ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર મુકેશભાઇ ભાદરભાઇ વસાવા( ઉ.વ.૧૩)( રહે, માંડણ તા- ગરુડેશ્વર જી.નર્મદા )નાઓ ગઇ તા-૧૬/૦૯/૨૦૨૪ ના સાંજના સમયે માંડણ ગામમા જ ઢોર ચરાવવા ગયેલ ત્યારે સાંપ કરડી જતા તેને તાત્કાલિક મથુરભાઇ વસાવા જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લઇ ગયા હતા જ્યાં તેની હાલત ગંભીર છે.અને બેભાન હાલત માં હોવાનું જાણવા મળ્યું છે.ગરુડેશ્વર પોલીસે આ બાબતે નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
