તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
ગાંધીનગરની ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેકટરે વિદેશી યુવતી સાથે કરી છેડતી

અમદાવાદ તા. ૨૩ : દક્ષિણ આફ્રિકાના એક દેશની નાગરિક ૨૧ વર્ષીય યુવતી રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુવતી અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ રાખી છે. આ વિદ્યાર્થીઓનીᅠ મદદ માટે યુનિવર્સિટીએ મુદંગ દવેની ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી હતી. મુદંગ દવે આ હોસ્ટેલમાં રહેતા હતા. ગત ૧૧મી સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા છ વાગે ભોગ બનનાર વિદ્યાર્થીની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફલોર પર જમવાનું લેવા માટે ગઇ હતી. ત્યારે મુદંગ દવેએ તેને પકડીને છેડતી કરી હતી. જેથી તે યુવતી ડરીને તેના રૂમ તરફ દોડી ગઇ હતી.ᅠ ત્યારે પણ મુદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારિરીક છેડતી કરી હતી. જો કે યુવતી તેના રૂમમાં જતી રહી હતી.
બીજા દિવસે મુદંગ દવેએ યુવતીને સાંજની ઘટના સંદર્ભમાં ધમકી આપી હતી કે જો તે આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખશે. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને તે પછી પણ મુદંગ દવે તેના પર ગંદી નજર કરતો હતો. આ બાબતે યુવતીએ તેના ભાઇને ફોન કરીને જાણ કર્યા બાદ સમગ્ર બાબતે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મુદંગ દવેએ અન્ય એક યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બોપલ પોલીસે છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
