તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
કાલે શિક્ષણ બોર્ડની બે બેઠકો ઉપર મતદાન
મેહુલ પરડવા, પ્રિયવદન કોરાટ અને જે. વી. પટેલ વચ્ચે ત્રિપાંખીયા જંગ તા. ર૬મીએ મતગણત્રીઃ મતદારોને મનાવવા છેલ્લી ઘડીના પ્રયાસ

રાજકોટ તા. ર૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળા સંચાલક અને માધ્યમિક શિક્ષણ વિભાગની બે બેઠકો ઉપર આવતીકાલ તા. ર૪ના મતદાન થનાર છે. ત્યારે મતદાનના અંતિમ કલાકોમાં ઉમેદવારો દ્વારા મતદારોને મનાવવા પ્રયાસો થઇ રહ્યા છે.
રાજકોટ, જસદણ અને ગોંડલ સહિત ગુજરાતમાં પ૭થી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર મતદાન થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે બેઠકોની ચૂંટણી યોજાનાર છે. જયારે વિવિધ ૬ વિભાગોની બેઠક સમજૂતીથી બિનહરીફ થઇ છે જયારે વાલી મંડળની એક બેઠક ઉપર એક પણ ઉમેદવારનું ફોર્મ ન આવતા ચુંટણી થઇ નથી.
ગુજરાતમાં શાળા-સંચાલક વિભાગમાં ત્રીપાંખીયો જંગ છે. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર મેહુલભાઇ પરડવા, જેતપુરના પ્રિયવદન કોરાટ, અમદાવાદના જે. વી. પટેલ વચ્ચે સ્પર્ધા પરડવા અને કોરાટ રાજકોટ-સૌરાષ્ટ્રના જયારે જે. વી. પટેલ મધ્ય અને ઉત્તર ગુજરાતના છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
