News of Wednesday, 18th September 2024
જવાહર ચાવડાના પત્રથી સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું સાવજ ડેરીના અધ્યક્ષે કહ્યું - પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે
દિનેશભાઇ ખટારીયાએ કહ્યું હતું કે કિરીટ પટેલને હોદ્દા તેમના કાર્યકર્તા તરીકેની કામગીરીના આધારે મળ્યાં છે.

અમદાવાદ : પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખેલા પત્ર મુદ્દે સાવજ ડેરીના ચેરમેન અને ભાજપ અગ્રણી દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર અનેક આક્ષેપ કર્યા છે ,દિનેશભાઇ ખટારીયાએ કહ્યું હતું કે જવાહર ભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે પણ પક્ષ વિરોધી કામ કરતા હતા અને બીજેપીમાં છે ત્યારે પણ એ જ કામ કરે છે.
વધુમાં દિનેશભાઇ ખટારીયાએ કહ્યું હતું કે કિરીટ પટેલને હોદ્દા તેમના કાર્યકર્તા તરીકેની કામગીરીના આધારે મળ્યાં છે. જવાહર ચાવડાએ અરવિંદ લાડાની અને મનસુખભાઈ માંડવીયાને હરાવવા કોશિશ કરી પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું છે. પાર્ટીનું કાર્યાલય કાયદેસર બનાવેલું છે એમાં કોઈ ગેરરીતિ નથી. પાર્ટીમાં કોઈ વિરોધ કે સામ સામા પક્ષો નથી, બધા એકજૂથથી જ મનપા, ધારાસભા અને લોકસભાની ચૂંટણી જીત્યા છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
