News of Tuesday, 17th September 2024
સીસોદ્રા ગામે ચપ્પુ કાંઢી 'આજે તને પુરો કરી દઇશ" તેમ કહી પેટમાં ચપ્પુનો ઘા મારી ચપ્પુ છાતીમાં ફસાવી દીધો
ગામની મહાત્મા ગાંધી વિદ્યામંદિર સ્કુલના કમ્પાઉન્ડમાં બનેલી આ ઘટનામાં ઉશ્કેરાયેલા વ્યકિતએ યુવાનના પેટમાં ચપ્પુ મારી દેતા ગામમાં અરેરાટી

(ભરત શાહ દ્વારા) રાજપીપળ: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં સીસોદ્રા ગામમાં આવેલ મહાત્મા ગાંધી વિદ્યામંદિર સ્કુલના કમ્પાઉન્ડમાં બનેલી ઘટના માં એક યુવાનને ચપ્પુ મારી દેતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી
મળતી માહિતી અનુસાર ભાવેશભાઇ જયરામભાઇ વસાવા( ઉ.વ.૨૨)( રહે.સીસોદ્રા, ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )એ આપેલી ફરિયાદ મુજબ તારીખ ૧૫/૦૯/ ૨૦૨૪ ના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં જયેશ ભાઇ રાજેશભાઇ વસાવા (રહે. સીસોદ્રા) એ મેહુલભાઇ શાંતીલાલ વસાવા (રહે.સીસોદ્રા) સાથે બોલાચાલી ઝઘડો કરતા હોય જેથી ફરિયાદ કરનાર ભાવેશભાઇ જયરામ ભાઈ વસાવા (ઉ.વ.૨૨ )(રહે.સિસોદ્રા )એ ઝઘડો નહી કરવા સમજાવવા જતા જયેશ વસાવા, ભાવેશ વસાવા ઉપર એકદમ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી ફેટ પકડી ભાવેશભાઈ ને કહેલ કે, આજે તો તને જીવતો નહી છોડુ તેમ કહી પોતાના ખીસ્સામાંથી ચપ્પુ કાંઢી 'આજે તને પુરો કરી દઇશ" તેમ કહી ભાવેશભાઈ ને પેટમાં ચપ્પુનો ઘા મારી ચપ્પુ છાતીમાં ફસાવી દઇ ઇજા પહોંચાડી હોય આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
