News of Tuesday, 17th September 2024
નાંદોદ તાલુકાના ખાખરીપરા ગામનો ગુમ થયેલા યુવાનનો બીજા દિવસે કૂવામાંથી મૃતદેહ મળ્યો
કોઈક કારણોસર આ યુવાન ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યો ગયો અને કૂવામાં કુદી પડ્યો હોવાની આશંકા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખાખરીપરા ગામનો યુવાન ગુમ થયા બાદ બીજા દિવસે ગામના એક કૂવામાંથી તેનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નરેશભાઇ મીઠીયાભાઇ વસાવા (ઉ.વ.આ.૪૬ )ધંધો-ખેતી( રહે. ટીંમ્બી,મોટુફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) એ આપેલી ફરિયાદ મુજબ તેમનો ભત્રીજો મરનાર ભાવીનભાઇ હીમ્મતભાઇ વસાવા ઉ.વ.૨૩ ગુમ થયાના ચારેક દિવસ અગાઉ સુનમુન બેસી રહેતો હોય અને ઘરના લોકો સાથે વાતચીત પણ કરતો ન હોય ગત તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રીના અગીયારેક વાગેના અરસામાં ગણપતીની આરતીમાંથી ઘરે પરત આવી સુઇ ગયેલ અને તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ સવારના સાડા પાંચેક વાગેના સમય દરમ્યાન કોઇને પણ કંઇ કહ્યા વિના ઘરેથી ચાલ્યા જઈ ગુમ થયેલ ત્યારબાદ તા.૧૬/૦૮/ ૨૦૨૪ ના રોજ શોધખોળ કરતા સવારના અરસામાં ખાખરીપરા ગામના નિરંજનભાઇ ભંગુભાઇ વસાવા ના કુવામાંથી તેનો મૃતદેહ મળી હતો, તેણે કોઇ અગમ્ય કારણસર કુવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
