<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રાજપીપળા પાલિકા દ્વાર જૂની સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છ ભારત અભિયાન, સ્વચ્છ સર્વેક્ષણ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપલા નગરપાલિકા દ્વારા રાજપીપલા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત જન જાગૃતિ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે દેશના તમામ લોકો ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, રાજપીપલા શહેર પ્રમુખ રમનસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સુરેશભાઈ વસાવા, રાજપીપલા ભાજપ મહામંત્રી અજીતભાઈ પરીખ, નગરપાલિકા સદસ્ય પ્રજ્ઞેશભાઈ રામી, જિલ્લા કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, અને જિલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડીયાં સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


 

(11:53 PM IST)