News of Tuesday, 17th September 2024
પીએમ મોદીના જન્મદિન નિમિત્તે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગોરા મંદિર ખાતે પૂંજા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લાના ગોરા ગામ ખાતે આવેલ શ્રી શૂલપાણેશ્વર મહાદેવના મંદિર ખાતે મંદિરના પૂજારી દ્વારા વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે સાંસદ મનસુખભાઇ વસાવા અને અન્ય કાર્યકરો એ પૂજા અર્ચના કરી.
રાષ્ટ્રના અભૂતપૂર્વ વિકાસ માટે રાત-દિવસ એક કરીને સતત ભાગદોડ કરતાં સેવાભાવી પ્રધાનમંત્રી દીર્ઘાયુ થાય, સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે તેવી ભોળાનાથને પ્રાર્થના કરી જેમાં મારી સાથે પૂજા વિધિમાં ગરુડેશ્વર તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ સાંસદે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
