<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ભાદરવી પૂનમના મહામેળામાં પાંચમાં દિવસે 4.57 શ્રદ્ધાળુઓ ઊમટ્યા

આજે 280 ધજા રોહણ થયા :મોહનથાળના પ્રસાદના કુલ 1,94,400 પેકેટ તેમજ 3920 પેકેટ ચિક્કીના પેકેટનું વિતરણ :મેળાના 5 દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 26,92,063 ભક્તો માતાજીના દર્શન કર્યા

અંબાજી ભાદરવી પૂનમ મેળો: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે ગત 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિન-પ્રતિદિન મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે ભાદરવી પૂનમના મહામેળાના પાંચમાં દિવસે 4,57,003 ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર આંકડા અનુસાર, ભાદરવી પૂનમના મહામેળાના 5 દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 26,92,063 ભક્તો માતાજીના દર્શન કરી ચૂક્યા છે. જે પૈકી ગત રવિવારે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.

આજે 4,57,003 દર્શનાર્થીઓ નોંધાયા છે. જ્યારે ઉડન ખટોલામાં 8,353 યાત્રિકો નોંધાયા છે. જ્યારે પાંચમા દિવસે 1 ગ્રામ સોનાની આવક થવા સાથે અત્યાર સુધીમાં સોનાની કુલ 29.150 ગ્રામ આવક નોંધાઈ છે.

જો પ્રસાદની વાત કરીએ તો, આજે પાંચમા દિવસે મોહનથાળના પ્રસાદના કુલ 1,94,400 પેકેટ તેમજ 3920 પેકેટ ચિક્કીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે 280 ધજા રોહણ થયા હતા.

(11:12 PM IST)