News of Tuesday, 17th September 2024
GPSC ના વિવિધ 70 પોસ્ટ માટે ભરતી : અરજી પ્રક્રિયા આવતીકાલથી શરુ થશે
ઇચ્છુક અને લાયક ઉમેદવારો 3 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જીપીએસસીના 70 પદ માટે પસંદગી પ્રક્રિયા ત્રણ કેટેગરીમાં થશે. જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં યોજાશે

ગાંધીનગર :ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વિવિધ પોસ્ટ પર 70 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે અરજી પ્રક્રિયા આવતીકાલ 18 સપ્ટેમ્બરથી શરુ થશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 3 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
આસિસ્ટન્ટ ઈજનેર (મિકેનિકલ), ક્લાસ-2 : 34
પ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર (સિવિલ), ક્લાસ-2 (GWRDC): 06
એડિશનલ સીટી એન્જિનિયર (સિવિલ), ક્લાસ-1 (GMC): 01
આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ), ક્લાસ-2 (GMC): 06
આસિસ્ટન્ટ પ્રોફેસર – પ્રોસ્થોડોન્ટીક્સ ઍન્ડ ક્રાઉન ઍન્ડ બ્રિજ: 04
આસિસ્ટન્ટ પ્રોફેસર- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી ઍન્ડ એન્ડોડોન્ટીક્સ: 04
આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી: 06
આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓર્થોડોન્ટીક્સ ઍન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક: 05
આસિસ્ટન્ટ પ્રોફેસર- પેરીયોડોન્ટોલૉજી: 02
આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ પેથોલોજી ઍન્ડ માઇક્રોબાયોલૉજી: 01
આસિસ્ટન્ટ પ્રોફેસર- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી: 01
ઉપરોક્ત દર્શાવેલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ આધારિત અલગ-અલગ રહેશે. તેમજ ભરતી પણ ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ, ગાંધીનગર મહાનગર પાલિકા, સરકારી ડેન્ટલ કૉલેજોમાં થશે. આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર પદ માટે બીઈ-ટેક્ (મિકેનિકલ) કરેલું હોવું જોઈએ. જ્યારે ડેન્ટલ કૉલેજમાં ભરતી માટે એમડીએસ, DNBની ડિગ્રી હોવી જરૂરી છે.
જીપીએસસીના 70 પદ માટે પસંદગી પ્રક્રિયા ત્રણ કેટેગરીમાં થશે. જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં યોજાશે, ત્યારબાદ તેમાં પાસ થયેલા લોકોની મેઇન પરીક્ષા એપ્રિલ-મે, 2025માં યોજાશે. અંતે જૂન-જુલાઈ, 2025માં ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
