<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

કપાસનો ઉંચો ભાવ રાજકોટમાં રૂ.1705 સુધી બોલાયો: જાણો રાજ્યની અન્ય 25 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણયાદી

ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 627.16 ટન કપાસની આવક થઇ

અમદાવાદ  ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 627.16 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1705 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં નીચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો હતો.બોટાદમાં 1684 રૂ., બાબરામાં 1677 રૂ., જેતપુરમાં 1651 રૂ., વિસનગરમાં 1645 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 524.20 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 226 ટન, બોટાદમાં 242.50 ટન, મોરબીમાં 64.74 ટન, અમરેલીમાં 38.34 ટન, સુરેન્દ્રનગરમાં 20 ટન, જૂનાગઢમાં 16 ટન, જામનગરમાં 6.70 ટન, છોટા ઉદેપુરમાં 4.88 ટન, સુરતમાં 2.90 ટન, મહેસાણા અને કચ્છમાં 2-2 ટન અને ભરૂચમાં 1.10 ટન કપાસની આવક થઇ છે.

(6:55 PM IST)