<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ગાંધીનગર જિલ્લા કેરમ એશો. દ્વારા તા. ૨૮-૨૯ કેરમ સ્‍પર્ધા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૧૭: જિલ્લા કેરમ એસોસિએશન દ્વારા તા. ૨૮-૦૯ તથા ૨૯-૦૯ના  રોજ ગાંધીનગર જિલ્લા ઓપન કેરમ ટુર્નામેન્‍ટનું આયોજન સફલ વિદ્યાલય,સેકટર-૨૨ ખાતે કરવામાં આવેલ છે. આ સ્‍પર્ધામાં ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા/ નોકરી કરતા તમામ વ્‍યકિત ભાગ લઇ શકશે.આ ટુર્નામેન્‍ટમાં ઓલ ઇન્‍ડીયા કેરમ ફેડરેશનના નિયમો મુજબ સિંગલ તથા ડબલ્‍સની મેચો ત્રણ વર્ગ (કેટેગરી)માં રમાડવામાં આવશે.

આ સ્‍પર્ધામાં વિજેતા થયેલ સ્‍પર્ધકોને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્‍પર્ધામાં વિજેતા થયેલ ક્રમાંકિત ખેલાડીઓ રાજ્‍ય કક્ષાની ટુર્નામેન્‍ટમાં ભાગ લઇ શકશે.

સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છતા ખેલાડીઓએ શ્રી જિગ્નેશભાઇ અન્‍જાન (૯૮૯૮૫ ૪૫૩૨૧) શ્રી દિપક પટેલ (૯૯૯૮૭ ૪૭૫૪૪), શ્રી વિનોદ ટી.જોષી (૯૪૨૭૫ ૨૬૯૧૩), શ્રીમતી કિર્તીબેન મહેતા (૯૬૨૪૯ ૪૪૬૫૨) શ્રીમતી જયશ્રીબેન વસાવા (૯૬૮૭૪ ૨૬૧૩૫) તથા શ્રી નિલેશ બારીયા (૯૬૨૪૫ ૨૨૬૦૪) નો સંપર્ક સાધી ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ પરત મેળવવાની છેલ્લી તા. ૨૧ સપ્‍ટેમ્‍બર છે. તેમ કેરમ એસોસિએશનના પ્રમુખ મૌલિક પટેલ જણાવે છે

(3:20 PM IST)