<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

તહેવારોમાં ખરીદી માટે લોકો ઓનલાઇન તરફ વળી રહ્યા છે

એમેઝોનના સર્વેમાં રસપ્રદ તારણ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા.૧૭: એમેઝોન ઇન્‍ડિયા દ્વારા નિયુક્‍ત ઈપ્‍સોસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્‍યાસ દર્શાવે છે કે, ભારત હવે તહેવારોની વાર્ષિક સિઝનની તૈયારી કરી રહ્યું છે, ત્‍યારે ગ્રાહકો આ વર્ષે તહેવારોની ખરીદી માટે ઘણા ઉત્‍સાહી છે. સર્વેક્ષણમાં સમાવેલા ઉત્તરદાતાઓમાંથી, ૮૯% જેટલી ઉચ્‍ચ સંખ્‍યામાં લોકોએ આગામી તહેવારો માટે તેમની ઉત્તેજના વ્‍યક્‍ત કરી હતી, જેમાં ૭૧% લોકોએ આ તહેવારોની સિઝનમાં ઓનલાઇન ખરીદી કરવાનો ઈરાદો દર્શાવ્‍યો હતો.ગ્રાહકોના આત્‍મવિશ્વાસ અને શોપિંગ માટેની ઉત્‍સુકતા પરાવર્તિત કરતા, સર્વેમાં ઓનલાઈન ખરીદી માટે ઉત્‍સુકમાંથી ૫૦% જેટલા જવાબ આપનારાએ ઉલ્લેખ કર્યો કે તેઓ ગત વર્ષની તુલનામાં આ વખતે ઓનલાઈન ફેસ્‍ટિવ શોપિંગ પર વધુ ખર્ચ કરશે. આ આંકડો મહાનગરો (૫૫%) અને ટિયર-૨ શહેરોમાં (૧૦-૪૦ લાખની વચ્‍ચે વસતિ ધરાવનારામાં ૪૩%)  ઘણો ઊંચો રહ્યો.

(3:09 PM IST)