<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

SGVP ગુરુકુલમાં આયોજિત વિશ્વકર્મા જયંતિ પૂજન

અમદાવાદ તા.૧૬ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરાના ઉત્સવોને ગૌરવ અને મહિમાથી ઉજવવામાં આવે છે. સૃષ્ટિના આદિ કર્તા બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ સૃષ્ટિનું સર્જન કર્યું અને ત્યાર પછી પણ એ પરંપરા સતત ચાલતી રહે તે માટે ભગવાન વિશ્વકર્માએ મનુષ્યોમાં સર્જન સામર્થ્યનું પ્રદાન કરી નિત્ય સર્જનની પ્રેરણા આપી. તે દિવસને ભારતીય પરંપરામાં ખાસ કરીને કારીગર વર્ગમાં વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં વિશાળ ગૌશાળાની સેવા સાંભળતા શાસ્ત્રી સ્વામી માધવચરણદાસજી તથા ગુણસાગરદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વિશ્વકર્મા જયંતિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમા ઓરિસ્સા-ભુવનેશ્વરના મૂર્તિના કારીગરો બિરજુભાઇ બેહરા, શિવાનંદ બેહરા તથા કિશોરભાઇ વગેરે કારીગરોએ વિશ્વકર્મા યાગ, આરતિ કરી પૂજન કર્યું હતું.                                      

 

(2:47 PM IST)