તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 17th September 2024
BBA-BCA કોલેજોની મંજૂરી માટે AICTE દ્વારા તા. ૩૦ સુધી પોર્ટલ ખોલ્યુ
પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજૂરીની દરખાસ્ત માંગતા વિવાદ

રાજકોટ,તો ૧૭: ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજ્યુકેશન દ્વારા ચાલુ વર્ષથી BBA-BCA કોલેજોને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ્ થયા બાદ સંચાલકોની રજુઆતને આધારે કાઉન્સીલે ફરી વાર આગામી તા. ૩૦મી સપ્ટેમ્બર સુધી નવી કોલેજોની મંજૂરી આપવાની દરખાસ્તો મંગાવવાની જાહેરાત કરતા ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.
ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજ્યુકેશન દ્વારા BBA-BCA કોલેજોની મંજૂરી આપવા ફરી એકવાર તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન પોર્ટલ ખોલ્યુ છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
