News of Tuesday, 17th September 2024
ઠાસરાના આગરવામાં ગર્ભવતી મહિલાના માથામાં તેમજ શરીરના અન્ય ભાગ પર કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા
મૃતક પત્નીના પતિ નગીન તળપદાએ ડાકોર પોલીસને અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

નડિયાદ જિલ્લાના ઠાસરાના આગરવામાં 20 વર્ષિય મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ગઇકાલે ધોળા દિવસે ગામની સીમમાં અજાણ્યા શખ્સે ગર્ભવતી મહિલાના માથામાં તેમજ શરીરના અન્ય ભાગ પર બોથડ તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને નાસી છૂટ્યો હતો. મૃતક મહિલાનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
આગરવાના ભાથીજી વાળુ ફળિયામાં વસવાટ કરતા નગીન કનુભાઈ તળપદા તેઓ એક હોસ્પિટલમાં નોકરી કરે છે. તેની પત્ની કવિતાબેનને આઠથી નવ માસનો ગર્ભ હતો. પરિવારના સભ્યો કાકડી વીણવા માટે અન્ય ખેતરમાં ગયા હતા. તે દરમિયાન મહિલાનો પતિ નગીન પણ નોકરી પર હતો. તે સમયે મહિલા ઘરે એકલી હતી, અજાણ્યા શખ્સે એકલતાનો ફાયદો ઉઠાવીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
આ બાબતે ગામના એક વ્યક્તિએ મહિલાના પતિને આ ઘટના અંગેની જાણકારી આપી હતી. તેને પરત આવીને જોયું તો તેની પત્ની ખેતરમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. આ ઘટનાની જાણકારી ડાકોર પોલીસને આપવામાં આવી હતી. અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગર્ભવતી મહિલાના મૃતદેહનો કબજો લઈ ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
આ સંદર્ભે મૃતક પત્નીના પતિ નગીન તળપદાએ ડાકોર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યારાને પકડવા માટે થઈને ચક્રોગતિમાન કર્યા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
