<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

વિદ્યાર્થીઓ સોશ્‍યલ મીડિયાનો સકારાત્‍મક રીતે ઉપયોગ કરી સફળ કારકિર્દી બનાવે : શકિતસિંહ

અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપ દ્વારા લોકશાહી દિવસની ઉજવણી : તેજસ્‍વી છાત્ર સન્‍માન

અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપ દ્વારા અમદાવાદમાં યોજાયેલ શૈક્ષણિક પ્રતિભા સન્‍માન પ્રસંગે શકિતસિંહ ગોહિલ, વિજય મારૂ, હેમાંગ રાવલ, લંકેશબાપુ, ડો. મફતભાઇ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૧૭ : અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં તેજસ્‍વી  વિદ્યાર્થીઓના સન્‍માન સમારંભ એચ.કે.ઓડિટોરિયમ ખાતે અમદાવાદ એજયુકેશન ગ્રુપ તથા નોલેજ પાર્ટનર Red & White મલ્‍ટીમેડિયા એજયુકેશનના સહયોગથી યોજવામાં આવ્‍યો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તથા  સાંસદ શ્રી શક્‍તિસિંહ ગોહિલ મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે અમદાવાદ શહેરના ટોપ રેન્‍ક ધરાવતા ૫૦૦ વિદ્યાર્થીઓને દેશની મજબૂત લોકશાહી વિષે માહિતગાર કરીને લોકશાહીના જતન વિશે સભાન કર્યા હતા અને ગૂગલ AI અને સોશિયલ મીડિયા ઉપકરણોનો  સકારાત્‍મક ઉપયોગ કરીને સફળ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા, આ પ્રસંગે ભાગવત કથાકાર ડો. લંકેશ બાપુએ  વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્‍યા હતા. શિક્ષણવિદ અને સાહિત્‍યકાર ડો મફતલાલ પટેલે પણ શિક્ષણની અદ્યતન પ્રણાલી અને ધ્‍યેય પ્રાપ્તિ વિશે જાગૃત કર્યા હતા.

અમદાવાદ એજયુકેશન ગ્રૂપના ચેરમેનશ્રી વિજયભાઈ મારૂએ સ્‍વાગત પ્રવચન કરેલ. પ્રમુખ સતિષભાઈ શાહે મહેમાનોનું મોમેન્‍ટો અને બુકે આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રેસિડન્‍ટ હેમાંગ રાવલ અને જાણીતા કેરિયર ગાઈડ, શિક્ષણવિદ શ્રી મનીષ દોશી પણ ઉપસ્‍થિત રહ્યા હતા

મહેમાનના હસ્‍તે AEG ની ડાયરીનું વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું. એસ.આઈ.ત્રિવેદી દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્‍યું હતું. આ પ્રોગ્રામના કન્‍વીનરશ્રી કે. ડી. મુદલિયાર દ્વારા કાર્યક્રમની વ્‍યવસ્‍થા ગોઠવેલ હતી. વિદ્યાર્થી સન્‍માન અને લોકશાહીની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ એજયુકેશન ટીમના સભ્‍યોશ્રી સંજયભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર, ઝંકૃતભાઈ આચાર્ય, રામભાઈ આહીર, રૌફભાઈ, દિપકભાઇ પરમાર, સરજુભાઈ ચૌહાણ, વિરલભાઈ શાહ, બીપીનભાઈ ખંડવી, મનીષ વ્‍યાસ,મનીષ પંચાલ અનિલ ડાંગી, નિલેશ જોશી સહિતના કમિટી સભ્‍યોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો.

(12:30 PM IST)