News of Tuesday, 17th September 2024
સુરત પોલીસ એલર્ટ: છેલ્લા 5 દિવસમાં 26 અસામાજિક તત્વોની પાસા હેઠળ અટકાયત
ભયજનક કેટેગરીના કુલ 10 તેમજ બુટલેગર કેટેગરીમાં કુલ 10 અસામાજિક તત્વોને પાસા હેઠળ અટકાયત

સુરત શહેરમાં ગુનાહિત પ્રવુતિઓમાં સંકળાયેલા 26 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજયની અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે. ચાલુ વર્ષે આજદિન સુધીમાં કુલ 442 અસામાજિક તત્વોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
સુરત શહેરમાં ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવાર દરમ્યાન શહેરમાં કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃતિ ના થાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શહેરમાં મારામારી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, સાદી ચોરીના ગુનાઓમાં તેમજ પ્રોહીબીશનની પ્રવુતિમાં પકડાયેલા 26 અસામાજિક તત્વોને છેલ્લા 5 દિવસમાં પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ સુરત પોલીસ કમિશ્નરએ કરી રાજ્યોની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાં ભયજનક કેટેગરીના કુલ 10 તેમજ બુટલેગર કેટેગરીમાં કુલ 10 અસામાજિક તત્વોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યા છે.
વધુમાં ચાલુ વર્ષે આજદિન સુધીમાં કુલ 442 અસામાજિક તત્વોને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યા છે. તેમજ આગામી સમયમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં ગુનાહિત પ્રવૃતિ આચરતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ પણ પાસાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતું
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
