તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Monday, 16th September 2024
કાલે નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની વતન વડનગરમાં ઉજવણીઃ અનુપ જલોટાનો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૬ :.. મહેસાણા જિલ્લાના વડનગરમાં કાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે હાટકેશ્વર મંદિર સંકુલ, ખાતે રાત્રે ૯ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે. જેમાં સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, જિલ્લા કલેકટર એમ. નાગરાજન વગેરે ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજય પ્રવાસન નિગમ, યુવા સાંસ્કૃતિક વિભાગ (ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી) ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી વડનગરના પનોતા પુત્ર, ભારતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ વંદનીય મહામાનવ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ ઉજવણી પ્રસંગે શતમ્ જીવમ્ શરદઃ સાંસ્કૃતિક ઉત્સવ રાખેલ છે. જેમાં જાણીતા કલાકારો અનુપ જલોટા, માયાભાઇ આહીર, અલ્પા પટેલ, બટૂક ઠાકોર વગેરે ભાગ લેશે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
