<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં છુટોછવાયો વરસાદ:એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસ્યો નહીં

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 22 મીમી વરસાદ વરસ્યો

ગુજરાતમાં રવિવારના રોજ મેઘરાજાએ રજા લીધી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો કે, એક પણ તાલુકામાં 1 ઈંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો નથી. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 22 મીમી વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે. 

   આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે

(11:38 AM IST)