<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

યુવતીને લવજેહાદથી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યું :નકલી આર્મી જવાનની અમદાવાદમાં ધરપકડ

હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે યુવતીઓને ટાર્ગેટ બનાવી હતી. આર્મી જવાન બનીને મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી: અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો ખુલ્યો

અમદાવાદ :  યુવતીને લવજેહાદથી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. 

  ગુજરાતી ચેનલના અહેવાલ મુજબ  હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે, યુવતીઓને ટાર્ગેટ બનાવી હતી. આર્મી જવાન બનીને મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી હતી.

  જમાલપુરમાં રહેતા આરોપી મોહમદ જહેબાઝ ખાને ભારતની જુદી જુદી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો ખુલ્યો હતો. આરોપી વિરુદ્ધ 5થી વધુ ગુના નોંધાયા છે.

(10:57 PM IST)