તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ગુજરાતમાં માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરું : રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ રૂ.1695 સુધી બોલાયો
ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 456.83 ટન કપાસની આવક થઇ:જાણો રાજ્યની 21 યાર્ડમાં શું રહ્યો ભાવ?

અમદાવાદ : ગુજરાતમાં માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક ધીમે-ધીમે શરૂ થઇ ગઇ છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો નવો કપાસ લઇને આવી રહ્યાં છે. આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 456.83 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 1695 સુધી બોલાયો હતો. રાજકોટમાં નીચો ભાવ 1450 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 1684 રૂ., જસદણમાં 1680 રૂ., બાબરામાં 1675 રૂ. અને ગોંડલમાં 1646 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 456.83 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 159.20 ટન, જૂનાગઢમાં 124 ટન, બોટાદમાં 86.80 ટન, અમરેલીમાં 33.24 ટન, મોરબીમાં 22.80 ટન, છોટા ઉદેપુરમાં 18.69 ટન, સુરેન્દ્રનગરમાં 10 ટન, ભરૂચમાં 1.10 ટન, જામનગરમાં 0.60 ટન અને સુરતમાં 0.40 ટન કપાસની આવક થઇ છે.

(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
