<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સુરત, ભાવનગર, વલસાડ કે પોરબંદરમાંથી કોઈપણ એકની સિંગાપુર કક્ષાના ગ્લોબલ પોર્ટ સિટી માટે પસંદગી થશે

નરેન્દ્રભાઈની જાહેરાતના પગલે ગુજરાતમાં સિંગાપોર અને હોંગકોંગની જેમ ગ્લોબલ પોર્ટ સિટી બનાવશે. આ માટે ગુજરાતના ચાર પોર્ટ સીટી સુરત, ભાવનગર, વલસાડ અને  પોરબંદર શોર્ટ લીસ્ટેડ કરવામાં આવ્યા છે.

આ પોર્ટ સાઇટમાં ડીપ વોટર એક્સેસ, વોટરફ્રન્ટ સ્પેસ, રોડ-રેલ કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસની સંભાવના ધરાવતી સાઇટ્સનો સમાવેશ હોવો જરૂરી છે જ્યારે વિસ્તાર ૫૦૦ કિલોમીટર જોઈએ અને પોર્ટની ક્ષમતા વાર્ષિક ૨૫૦ થી ૫૦૦ મિલિયન મેટ્રિક ટન.

 

(8:52 PM IST)