તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડમાં ૬૭૪૬ છાત્રોને પ્રવેશ ફાળવાયોઃ ૧૫૦૦ બેઠકો ખાલી
ફાર્મસી કાઉન્સીલની મંજુરી મળતા પ્રવેશ પ્રક્રિયા આગળ વધી

રાજકોટ તા.૧૩: ગુજરાત રાજયની ફાર્મસી કોલેજોમાં લાંબા સમય બાદ ૬૭૪૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે. ૨૦૨૩-૨૪ના શૈક્ષણીક વર્ષમાં ૨૦૨૪-૨૫ના શૈક્ષણીક વર્ષમાં ૯૭૪૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
ગુજરાતની ૧૪૨ કોલેજોમાં ૧૩૮ની ૭૨૫૬ બેઠકો માટે વિદ્યાર્થીઓના પ્રવેશ ફાળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીગ્રીમાં ૫૭૨૯ બેઠકોમાંથી ૫૬૨૧ અને ડીપ્લોમાની ૧૫૨૭ બેઠકોમાંથી ૧૧૨૫ બેઠક પર પ્રવેશ ફાળવાયો છે.
ગુજરાતની ૧૪૨ ફાર્મસી કોલેજોમાંથી ૧૩૮ ફાર્મસી કોલેજોને કાઉન્સીલની મંજુરી મળ્યા બાદ વિદ્યાથીઓએ આપેલી ચોઇસના આધારે બેઠકની ફાળવણી કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે ૧૩ નવી કોલેજોને મંજુરી મળવાને કારણે બેઠકોની સંખ્યામાં વધારો થયો છે. પ્રથમ રાજકોટમાં ડીપ્લોમાં અને ડીગ્રીની કુલ ૧૫૦૦થી વધુ બેઠકો ખાલી રહેવા પામી છે.
ફાર્મસી કાઉન્સીલ દ્વારા કેટલાક સમયની ફાર્મસી કોલેજોને મંજુરી આપવામાં ન આવતા પ્રવેશ સમિતિ દ્વારા ચાર વખત પ્રવેશના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
