<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સુરતમાં ૯ દિ' પહેલા થયેલ સોનાની ચોરી કરનાર તસ્‍કરો પકકડથી દુર

વડોદરાની સિકલીનર ગેંગ ઉપર શંકા

સુરતઃ સુરતમાં સવા કરોડથી વધુના ઓર્નામેન્‍ટલ જવેલર્સમાં ચોરી થયાના ૯ દિવસ પછી પણ તસ્‍કરો પોલીસ પકડથી દુર છે. તસ્‍કરોએ ર કિલો સોનું, ૧ કિલો ચાંદીની ચોરી કરેલ. વડોદરાની સિકલીનર ગેંગનો હાથ હોવાની આશંકા છે. ઇકો કારમાં આવેલા તસ્‍કરો ચોરી કરી ફરાર થયા હતા. આટલા દિવસે પણ તસ્‍કરો ન પકડાતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

(3:03 PM IST)