તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 13th September 2024
ગુજરાતમાં વરસાદનું જોર ઘટયુ : માત્ર ૩ તાલુકામાં એક ઇંચ વરસ્યો
ર૪ કલાકમાં ૩૪ તાલુકામાં હળવો વરસાદ પડયો : આજે હળવા વરસાદની આગાહી

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાત હવામાન અપડેટ ગુજરાતમાં ફરીથી વરસાદ આરામના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગુરુવારે વરસાદ એકદમ નબળો પડ્યો હોય એમ દેખાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતમાં કયાંય ભારે વરસાદની શકયતાઓ નથી.
ગુજરાતમાં ચોમાસું હવે અંત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વરસાદનું જોર પણ ઘટી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૬ વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં કૂલ ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં માત્ર ત્રણ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૬ વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં કુલ ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૯ તાલુકા એવા છે જ્યાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
