તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ
ભાગ લેવા ઇચ્છુકો ૩૦મી ઓકટોબર સુધી અરજી કરી શકશે

રાજકોટ તા. ૧૩: રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓના વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ દ્વારા રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓની કચેરીના ઉપક્રમે ‘રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવહોરણ સ્પર્ધા ૨૦૨૪'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.
આ સ્પર્ધા જૂનિયર વિભાગ - ભાઈઓ, જુનિયર વિભાગ - બહેનો એમ બે વિભાગમાં યોજાશે. જેમાં ૧૪થી ૧૮ વર્ષની વયમર્યાદા ધરાવતાં ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ પર્વત ખાતે સ્વ ખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન નિવાસ અને ભોજન રાજ્ય સરકાર તરફથી અપાશે.
ગુજરાતના ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગીરનાર ખાતે આયોજિત રાજ્યકક્ષાની આરોહણ - અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫માં જૂનિયર કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધકો ઓસમની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. આ સ્પર્ધામાં ૧થી ૧૦ ક્રમે વિજેતા થનારા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ -અવહોરણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ ભરીને આધાર પુરાવા સાથે ‘જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે ૩૦મી ઓક્ટોબર સુધીના બપોરે ૧૨ કલાક પહેલાં અરજી રૂબરૂ અથવા ટપાલથી પહોંચાડવાની રહેશે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
